જ્યારે મોરારી બાપુએ 100નું બંડલ હાથમાં લઈને દીકરીઓને 100-100 રૂપિયા પ્રસાદ તરીકે આપ્યા!

વાત આમ તો બે-ત્રણ વર્ષ પહેલાંની પણ દરેકે જાણવા જેવી છે. ઓક્ટોબર 2019માં યુપીમાં સંત મોરારી બાપુની કથા ચાલી રહી હતી. દરમિયાન બાપુ પોતાના ખાસ સાથીઓ સાથે અચાનક જ તિકોનિયા ગામમાં દિવ્યાંગ મનોજ નિષાદના ઘરે ગયા હતાં. બાપુને પોતાના ઘરની સામે જોઈને મનોજ તથા તેનો પરિવાર બે ઘડી
આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. બાપુએ મનોજની દીકરીને પૂછ્યું હતું કે આ ભિક્ષુકને ભોજનમાં કંઈક મળશે? પરિવારને પહેલાં તો ખબર જ ના પડી કે બાપુ શું કહેવા માગે છે. ત્યારબાદ બાપુએ ફરીથી પૂછ્યું હતું કે આ ભિખારીને બેસવા માટે જગ્યા મળશે કે નહીં?
રામકથા પૂરી થયા બાદ સાંજે છ વાગે બાપુ જંગલના તિકોનિયા ગામમાં આવ્યા હતાં. તેમની સાથે પાંચ સાથીઓ હતાં. બાપુએ પોતાની કાર ગામની બહાર પાદરમાં જ મૂકી દીધી હતી અને ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા હતાં. રસ્તામાં તેઓ મનોજ નિષાદના ઘર આગળ ઉભા રહ્યાં અને ભોજનની માગણી કરી હતી. પોતાના તૂટેલા ઘરમાં બાપુને બેસાડવા માટે મનોજ તથા તેની દીકરી સંયોગિતા તથા સુમન બધું ઠીક કરવા લાગી હતી.
સંયોગિતા તથા સુમને સાથે મળીને ભોજન બનાવ્યુંઃ સંયોગિતાએ ઝડપથી લોટ બાંધી દીધો હતો. તો સુમને બટાટા સમાર્યાં હતાં. મનોજ વચ્ચે વચ્ચે દીકરોને સૂચના આપતો રહેતો હતો. પરોઠા તથા શાક તૈયાર થતાં મનોજે બાપુને ભોજન પીરસ્યું હતું. બાપુ સાથીઓની સાથે ઘરમાં જમવા બેઠા હતાં. મનોજે પોતાના હાથે બાપુની થાળી પીરસી હતી.
બાપુએ 100-100 રૂપિયા આપ્યાઃ બાપુએ દીકરીઓને કપડાં તથા દશેરા મનાવવા માટે 100-100 રૂ. આપ્યા હતાં. બાપુએ કહ્યું હતું કે તેઓ જ્યાં પણ જાય છે, ત્યારે અચાનક કોઈના ઘરે ભોજન કરવાથી તેમને આત્મિક સુખની લાગણી થાય છે.રામકથા પૂરી કર્યાં બાદ મોરારીબાપુ પહોંચ્યા ભક્તના ઘરે ને કહ્યું, આ ભિખારીને ભોજનમાં શું મળશે?