આપણી નજરમાં આ વસ્તુ સુકાયા બાદ સાવ નકામી લાગે છે પરંતુ તે છે ખૂબ જ કામની.. જાણો તેના ફાયદાઓ.

દરેક ઘરમાં, લોકો કોઈપણ નકામી અને સૂકી વસ્તુને ફેંકી દે છે. આપણે તે વસ્તુને સૂકી અને નકામી તરીકે જોઈએ છીએ. જો કે, બધી વસ્તુઓમાં એવું નથી હોતું ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે સૂકવ્યા પછી પણ વાપરી શકીએ છીએ. આજે, આપણે લીંબુના ફાયદા વિશે જાણીએ છીએ, જે સામાન્ય રીતે ઘરમાં સૂકા હોય છે.
જ્યારે લીંબુની સિઝન હોય ત્યારે ખાસ લીંબુ ઘરે લાવવામાં આવે છે, અને જો તમે તેની સામગ્રી રેફ્રિજરેટરમાં રાખો છો, તો પણ તે તેમની ભેજ ગુમાવવાનું શરૂ કરે છે. અમે પછી લીંબુને કચરો ગણીએ છીએ અને તેને કચરાપેટીમાં ફેંકીએ છીએ. પરંતુ, પ્રિય વાચકો, આ લીંબુ જે સૂકવવામાં આવ્યું છે તે ખૂબ જ ફાયદાકારક છે અને તેનો ઉપયોગ વિવિધ રીતે કરી શકાય છે. આજે અમે તમને આ સૂકા લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવીશું.
સૂકા લીંબુના ફાયદા છે સૂકા લીંબુ એ મેંગેનીઝ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ ફોસ્ફરસ અને આયર્ન જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે. આ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સૂકા લીંબુનો ઉપયોગ સૂકા લીંબુનો પાવડર બનાવવા માટે કરી શકાય છે. આ પાવડરનો સ્વાદ જરા અલગ હોય છે. સૂકા લીંબુના પાવડરને સિંધવ નમક સાથે સમાન માત્રામાં ભેળવીને પીવાથી ગળાના દુખાવામાં આરામ મળે છે. આ ઉપાય પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે આદર્શ છે.
સુકાયેલ લીંબુને પાઉડર બનાવીને આ પાઉડરનો ઉપયોગ કરીને તમે શિંકજી પણ બનાવી શકો છો. આવા સૂકા લીંબુ થોડા ડ્રાય અને સખત હોવાથી તેનો પાઉડર બનાવવો થોડો કઠિન થઈ શકે છે, પરંતુ તેના ગુણ વિશેષ છે તેથી તે ઝંઝટ પણ સફળ જ છે.
લેમન પીલ પાઉડર : લેમન પાઉડરનો ઉપયોગ આપણે સ્કીન કેર માટે કરી શકીએ છીએ. આ પાઉડર તમે સુકાયેલ લીંબુનો પણ બનાવી શકો છો. પાઉડર બનાવવા માટે તમે લીંબુના નાના નાના પીસ કરીને તેને તડકે સૂકવીને પાઉડર બનાવી શકો છો. આ પાઉડર સ્કીન કેરમાં વાપરી શકો છો. માત્ર પાઉડર દ્વારા તમે સ્કિનને સ્ક્રબ પણ કરી શકો છો.
ચોપીંગ બોર્ડની સફાઈ કરવા માટે : આપણા કિચનમાં મોસ્ટ ઓફ કટીંગનું કામ ચોપીંગ બોર્ડ પર જ થાય છે આથી તે એકદમ ચિકાશવાળું અને ગંદુ થાય છે તેથી તેને સારી રીતે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. તો આ ડ્રાય લેમન પાઉડર દ્વારા આપણે ચોપીંગ બોર્ડને સારી રીતે સાફ કરી શકીએ છીએ. પાઉડર ઘસવાથી તેના પરની તમામ ચીકાશ દૂર થાય છે.
વસ્તુઓની સફાઇ માટે : બ્લેન્ડર કે મિક્સરના જારની સફાઇ માટે આ ડ્રાય લેમન પાઉડર ઉપયોગમાં લઈ શકાય છે. આ પાઉડર વાપરવાના બે ફાયદા છે તેનાથી જારની સફાય તો થાય જ છે તેની સાથે સાથે બ્લેડની ધાર પણ તીક્ષ બને છે જેનાથી બ્લેન્ડર કે મિક્સરમાં આસાનીથી પીસવાનું કામ કરી શકાય છે.
ડસ્ટબિની સફાઇ માટે : આપણે ડસ્ટબિનની નિયમીત સફાઇ નથી કરતાં અને તેથી જ તેમા વધારે ચિકાશ જામી જાય છે તેથી આ ડ્રાય લેમન પાઉડર તે કામને એકદમ સરળ બનાવે છે. ડ્રાય લેમન પાઉડરમાં થોડો સોડા મિક્સ કરીને તેનાથી ડસ્ટબિનની સફાઇ કરવામાં આવે તો એકદમ સાફ થાય છે.
શિકંજી બનાવવા માટે : જો તમે આ પાઉડર નો ઉપયોગ કરીને શિકંજી બનાવો તો તેનો ટેસ્ટ એકદમ લાજવાબ બનશે. તેના માટે તમારે 3 ગ્લાસ પાણીમાં થોડો ડ્રાય લેમન પાઉડર, ખાંડ, સિંધાલુ નમક, ચપટી સંચળ સારી રીતે મિક્સ કરીને આઈસ ટ્રેમાં જમાવવા માટે ફ્રીઝરમાં મૂકો અને જ્યારે પણ તમારે ઉપયોગમાં લેવું છે ત્યારે તે ક્યૂબને લઈ શકાય છે. થોડી જ વારમાં તમારી શિકંજી તૈયાર થઈ જશે. આમ આ ડ્રાય લેમન ખૂબ જ ઉપયોગી કહી શકાય તેવી ચીઝ છે.