ગીરમાં આવેલું આ મહાદેવનું મંદિર વર્ષમાં ખાલી બે વાર જ ખુલે છે..જાણો તેમની પાછળ નું કારણ..

શ્રાવણ માસમાં સોમવારનું ખાસ મહત્વ રહેલું છે. સોમવારના દિવસે દેશના બધા જ શિવાલયોમાં ખૂબ ભીડ જોવા મળે છે જો આ દિવસે કોઈ સામાન્ય માણસને ભગવાન શિવના દર્શન કરવા હોય તો તેને તો જગ્યા ન મળે તેવી ભીડ જામી જાય છે.આજે અમે આ લેખમાં તમને અહીં ભગવાન શિવના એવા અનોખા એક શિવલયની વાત કરવા જઈ રહ્યાં છીએ કે જે વર્ષમાં ફક્ત બે વાર જ દર્શન આપે છે.
ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં જંગલ આવેલું છે તેને સૌ કોઈ ગીરના જંગલ તરીકે ઓળખે છે.આ વિસ્તારમાં જે જિલ્લો આવેલો છે તેનું નામ છે ગીર સોમનાથ અહીં તેની નજીકમાં જ ગિરગઢડા પાસે બાબાળીયાના જંગલના વિસ્તારમાં એક પ્રસિદ્ધ શિવાલય આવેલું છે.આ મંદિર ગીર જંગલના અભ્યારણ્યમાં આવેલું છે.આ મન્દિર આમ.તો. ખૂબ વર્ષો જૂનું છે જેથી અહીં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.
તમે જો જાણશો કે આ મંદિર આખા વર્ષ દરમિયાન ફક્ત બે વાર જ ખુલે છે તો તમને પણ નવાઈ લાગશે.હવે આપણે તે પણ જાણી લઈએ કે આખા વર્ષમાં ક્યારે ક્યારે અને કેટલા સમય માટે આ ભવ્ય મંદિર ખોલવામાં આવે છે.
એક તો શિવરાત્રીના શુભ તહેવાર પર આ મંદિર ખોલવામાં આવે છે તે પણ ફક્ત પાંચ દિવસ માટે જ અને વર્ષમાં બીજીવાર ખુલે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન.વર્ષમાં જ્યારે આ મંદિર બીજી વાર ખુલે છે ત્યારે તો આખો મહિનો ખુલ્લું રહે છે.
આ મંદિરનું નામ છે પાતાળેશ્વર મહાદેવ.અહીં મહાભારત સમયના શિવલિંગ આવેલા છે.આ મંદિરનો ઉલ્લેખ તો ગરુડ પુરાણમાં કરવામાં આવેલો છે.અહીં આવીને જે ભક્ત દર્શન કરે છે તેનો બેડો પર થી જાય છે.ભગવાન ભોલેનાથ તે ભક્તની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે અને સ્વાસ્થ્ય સારું રાખે છે.
આ મંદિરમાં આવેલું શિવલિંગ સ્વં ભૂ રીતે પાતાળમાંથી જાતે જ પ્રગટ થયું હતું.અહીં ગીરના જંગલમાં અલગ અલગ નેસડામાં રહેતા માલધારી સમાજના લોકોની આ મંદિર સાથે અનોખી આસ્થા જોડાયેલી છે.માનત્યા મુજબ આપણે જોઈએ તો પાંડવો જ્યારે વનવાસ ભોગવી રહયા હતા ત્યારે તેમને અહીં આ જંગલમાં લગભગ સાત વર્ષ જેટલો સમય પસાર કરેલો હતો અને ભગવાન શિવની પૂજા કરવા માટે ભીમે અહીં શિવલીગની પણ સ્થાપના કરી હતી.