આ દીકરીએ વગર કોંચીંગે પોતાની મહેનતથી UPSC ની પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બની..માતા-પિતા નું નામ કર્યું રોશન.

આજે તમામ યુવક-યુવતીઓ તેમના જીવનમાં આગળ વધવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આજકાલ દરેક વ્યક્તિ અભ્યાસ બાદ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે અને આ પરીક્ષાઓ પાસ કરીને સરકારી નોકરી મેળવે છે.
તમામ સરકારી પરીક્ષાઓમાં યુપીએસસી પરીક્ષા સૌથી અઘરી છે. ચાલો આજે જાણીએ આવી જ એક મહિલા વિશે જેણે UPSC પરીક્ષા ટોપ માર્ક્સ સાથે પાસ કરીને ઈતિહાસ રચ્યો છે. આ દીકરી હરિયાણાના કુરુક્ષેત્રની રહેવાસી છે અને તેનું નામ તેજસ્વી રાણા છે.
આ દિકરીએ કોઈપણ મહેનત વગર આ પરીક્ષા પાસ કરીને મોટો ઈતિહાસ રચીને પોતાના માતા-પિતાનું નામ રોશન કર્યું છે. તેજસ્વી રાણા એન્જિનિયર બનવા માંગતી હતી, ત્યારબાદ તેણે 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ JEEની પરીક્ષા પાસ કરી.
ત્યારબાદ IIT કાનપુરમાં એડમિશન લીધું હતું અને ત્યારથી જ તેમને UPSC પાસ કરવામાં રસ લાગ્યો હતો. તો તેઓએ ત્યારથી જ આ પરીક્ષા પાસ કરવા માટે મહેનત ચાલુ કરી દીધી હતી. તેઓએ વર્ષ ૨૦૧૫ માં UPSC ની પરીક્ષા આપી હતી.
પણ તેઓને આ પ્રયાસમાં મેઇન્સમાં સફળતા નહતી મળી તો હિંમત હાર્યા વગર તેઓએ તૈયારી ચાલુ જ રાખી હતી અને વર્ષ ૨૦૧૬ માં તેઓએ બીજી વખતે પરીક્ષા આપી હતી. આમ તેઓએ આ પરીક્ષામાં ૧૨ મોં રેન્ક મેળવીને પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો અને માતા-પિતાનું નામ રોશન કર્યું.