રીવાબા જાડેજાને ઘોડેસવારી કરતા જોઈને લોકો ચોકી ગયા, જુઓ કેવા અદભુત અંદાજમાં રજપૂતાણીએ કરી ઘોડેસવારી !

રીવાબા જાડેજાને ઘોડેસવારી કરતા જોઈને લોકો ચોકી ગયા, જુઓ કેવા અદભુત અંદાજમાં રજપૂતાણીએ કરી ઘોડેસવારી !

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાને આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં આપેલા શાનદાર પ્રદર્શનના કારણે દેશમાં જ નહિ દુનિયામાં પણ મોટું નામ કર્યું છે, ત્યારે રવિન્દ્ર જાડેજાના પરિવાર વિશે પણ ઘણા લોકો જાણે છે. તેમના પત્ની રીવાબા જાડેજા પણ એક મોટું નામ ધરાવે છે.

આપણે બધા જ જાણીએ છીએ કે રવિન્દ્ર જાડેજાને ઘોડાનો ખુબ જ શોખ છે અને તે પોતાના ફાર્મ હાઉસમાં ઘોડા રાખે છે. તેમના સોશિયલ મીડિયામાં પણ તેઓ ઘણીવાર ઘોડે સવારી કરતી તસવીરો અને વીડિયો પણ શેર કરતા રહે છે અને તેના કારણે જાડેજા ચર્ચામાં પણ રહેતા હોય છે.

પરંતુ હાલમાં રવિન્દ્ર જાડેજાની ઘોડેસવારી નહીં પરંતુ તેમના પત્ની રીવાબા જાડેજાની ઘોડેસવારી ચર્ચામાં આવી છે. રીવાબાએ તેમના ફાર્મ હાઉસમાં ઘોડેસવારીનો આનંદ માણયો હતો, જેનો વીડિયો પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને તે ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

રીવાબાની આ ઘોડેસવારીને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ઘોડેસવારી કરતા રીવાબામાં એક અસલ રાજપૂતાણીના દર્શન થતા જોવા મળી રહ્યા છે. રીવાબાને પણ ઘોડે સવારીનો ખુબ જ શોખ છે, તેમને આ વખતે ઘોડેસવારી કરતો વીડિયો તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં પણ શેર કર્યો છે.

રીવાબા જાડેજાના જીવન વિશે વાત કરીએ તો તે રાજકારણ સાથે સંકળાયેલા છે અને તે પણ ગુજરાતમાં ખુબ જ નામના ધરાવે છે, આ ઉપરાંત તેઓ સામાજિક સેવામાં પણ ખુબ જ અગ્રેસર છે, પોતાના સેવાકીય કાર્યોની ઝલક પણ તેઓ તેમના સોશિયલ મીડિયામાં વખતો વખત શેર કરતા રહે છે.

રવિન્દ્ર જાડેજાનું ફામ હાઉસ પણ ખુબ જ વિશાળ છે અને જયારે તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈ ટુર્નામેન્ટ બાદ રજાઓનો સમય મળે છે ત્યારે તે પોતાના ફાર્મ હાઉસ ઉપર આવી અને સમય વિતાવતા હોય છે.

pinal

Leave a Reply

Your email address will not be published.