અજય દેવગનની દીકરી ન્યાસા એ કરાવી તેમની કોસ્મેટિક સર્જરી ? તો ખુબ જ ગુસ્સે થઇ ગઈ કાજોલ, પછી થયું એવું કે

અજય દેવગનની દીકરી ન્યાસા એ કરાવી તેમની કોસ્મેટિક સર્જરી ? તો ખુબ જ ગુસ્સે થઇ ગઈ કાજોલ, પછી થયું એવું કે

બોલીવુડના સ્ટાર્સની જેમ સ્ટાર કિડ્સનો પણ દબદબો જોવા મળતો હોય છે. સ્ટાર્સની જેમ તેમના બાળકો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ હોય છે અને લાખો લોકો તેમને અનુસરે પણ છે અને સેલિબ્રિટીની જેમ જ તેમને પણ ટ્રીટ કરવામાં આવે છે.

ત્યારે બોલીવુડના સુપર સ્ટાર અજય દેવગન અને અભિનેત્રી કાજોલની દીકરી ન્યાસા દેવગન પણ સતત ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી તે તેના લુકને લઈને ખુબ જ ચર્ચામાં રહી છે.

ભૂમિ પેડનેકરની દિવાળી પાર્ટીમાં ન્યાસા એક અલગ જ લુકમાં જોવા મળી હતી, જેના બાદ તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી. ચાહકોને પણ એ વાતનો વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ ખરેખર ન્યાસા છે કે નહિ.

પરંતુ તે ન્યાસા જ હતી અને તેના બાદ કેટલાક લોકો ન્યાસાને તેની સુંદરતા માટે ટ્રોલ કરવા લાગ્યા. એટલું જ નહીં, કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો છે કે કાજોલ અને અજય દેવગનની દીકરીએ સુંદર દેખાવા માટે કોસ્મેટિક સર્જરી અને બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવી છે. હવે આ અફવાઓથી પરેશાન કાજોલે પોતાનું મૌન તોડ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કાજોલનું કહેવું છે ન્યાસા સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે બધું જ જાણે છે. કાજોલે એ પણ જણાવ્યું કે ન્યાસા અઠવાડિયામાં ત્રણ વાર ફેસ માસ્ક લગાવે છે અને તે તેને પણ આ સલાહ આપે છે. કાજોલ કહે છે

કે તે પણ તેના પિતા અજય દેવગનની જેમ ફિટનેસ ફ્રીક છે. કાજલે એમ પણ જણાવ્યું કે  ‘તેની પાસે ઘણા બ્યુટી હેક્સ છે. હકીકતમાં હું મારી દીકરી પાસેથી ટિપ્સ પણ લઉં છું. ન્યાસા ઇન્ટરનેટ પર ખૂબ જ એક્ટિવ છે અને તે સુંદરતા અને સ્વાસ્થ્ય વિશે ઘણું બધું જાણે છે.

pinal

Leave a Reply

Your email address will not be published.