નવસારીના જતીનભાઈનું બ્રેઇનડેડ થઇ જતા પરિવારે તેમનું લીવર અને કિડનીનું દાન કરી બીજા ત્રણ લોકોને આપ્યું નવું જીવનદાન..

આજકાલ બધા લોકો એકબીજાની બને તેટલી સેવા કરે છે અને બીજાની સેવા કરીને માનવતા બતાવે છે. આજકાલ લોકો ભૂખ્યાને મદદ કરીને, ગરીબોને શિક્ષણ આપીને, જરૂરિયાતમંદોને રક્તદાન કરીને અને બીજા ઘણા લોકોને મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
હાલમાં, અંગદાનના ઘણા કિસ્સાઓ બની રહ્યા છે. એ જ રીતે, આજે ઘણા લોકો બ્રેઈન ડેડ થઈ ગયા પછી તેમના અંગોનું દાન કરી અન્ય લોકોને નવું જીવન આપીને માનવતામાં ફરક લાવી રહ્યા છે.
હાલ નવસારીના વિજલપોરમાં રહેતા જતીનભાઈ 2 નવેમ્બરના રોજ ક્યાંક ગયા હતા અને ત્યાં તેમની તબિયત બગડી હતી. જેથી તેઓને સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
તેમને નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં લઇ જઈને સીટી સ્કેન કરવામાં આવ્યું હતું અને તેની તપાસમાં લોહી જામ થયું હતું તો તેમની સર્જરી કરવામાં આવી હતી. આમ તેઓ બ્રેઇનડેડ થઇ જતા પરિવાના લોકોને ઘણું દુઃખ થયું હતું અને પરિવાના લોકોએ તેમના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું.
આમ જતીનભાઈની કિડની અને લિવરનું દાન કર્યું હતું અને તેનાથી બીજા ત્રણ લોકોને નવું જીવનદાન મળ્યું હતું. આમ ૧૩ વર્ષની દીકરીએ પણ કોઈને રડવાની ના પાડી અને આ અંગદાન થકી બીજા ત્રણ લોકોને નવું જીવનદાન આપીને પરિવાર માનવતા મહેકાવી હતી.