ઋષભ પંતનો જીવ બચાવનારા બે યુવકો સાથે ક્રિકેટરે હોસ્પિટલમાં કરી મુલાકાત, હોસ્પિટલમાંથી સામે આવી પંતની પહેલી તસવીર, જુઓ

ભારતીય ટીમના હોનહાર ખેલાડી ઋષભ પંતને અકસ્માત થયાને 5 દિવસ જેટલો સમય વીતી ગયો છે. તેના ચાહકો પણ તેની તબિયતને લઈને સતત ચિંતિત છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઋષભ પંતની હોસ્પિટલમાંથી પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં જે બે યુવકોએ તેનો જીવ બચાવ્યો હતો તે બંને યુવકો સાથે પંત મુલાકાત કરતો જોવા મળી રહ્યો છે.
ઋષભ પંતનો જયારે અકસ્માત થયો હતો ત્યારે રજત અને નીશું નામના યુવકોએ તેની મદદ કરી હતી. જેના બાદ સોમવારના રોજ રજત અને નીશું મેક્સ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પંતની હાલ સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં રજત અને નીશું બંને ઋષભને મળવા માટે પણ ગયા હતા. રજતે કહ્યું કે, “અમે ઋષભને જોયો તેની હાલત ખુબ જ નાજુક હતી જેના બાદ અમે તેની મદદ કરી હતી.”
તેને આગળ જણાવ્યું કે, “તેના બાદ સુશીલ કુમાર નામનો બસ ડ્રાઈવર અને કંડકટરે 108 ડાયલ કરીને એમ્બ્યુલેન્સ બોલાવી.” રજતે એમ પણ કહ્યું કે અમને ત્યારે નહોતી ખબર કે આ વ્યક્તિ કોણ છે ? અમે માનવતાના કારણે મદદ કરી. અમે ઋષભના શરીર પર કપડા નાખ્યા જેના કારણે તેનો જીવ બચાવી શકાય. જેના બાદ અમે તેને સક્ષમ હોસ્પિટલમાં પહોચાડવામાં મદદ કરી.