સવજીભાઈ ધોળકિયાની સાદગી તો જુઓ..! આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ આજે જીવે છે સાવ સાદું જીવન…જુઓ ફોટા…

સવજીભાઈ ધોળકિયાની સાદગી તો જુઓ..! આટલા મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ આજે જીવે છે સાવ સાદું જીવન…જુઓ ફોટા…

સવજીભાઈ ધોળકિયા અને ગાય અને ખેતી અને પોતાના વતન પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણી વખત ખેતીના અને પોતાના વતનના અવારનવાર ફોટા શેર કરતા હોય છે. સવજીભાઈ ધોળકિયા સુરતની અંદર અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં મદદ માટે હંમેશા તૈયાર રહે છે. સૌરાષ્ટ્ર કેટલાક તાલુકાની અંદર જ્યારે દુકાળ જેવી પરિસ્થિતિ હોય છે.

ત્યારે તળાવ બનાવીને લોકો અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટનું કામ સવજીભાઈ ધોળકિયાએ કરી આપ્યું છે. સવજીભાઈ ધોળકિયા અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા દુધાળા ગામના વતની છે. તેઓ હંમેશા પોતાના ગામના લોકો માટે કંઈક ને કંઈક કરતા હોય છે.

સવજીભાઈ ધોળકિયાના જીવન વિશે વાત કરીએ તો તેમનો જન્મ 12 એપ્રિલ 1962ના રોજ થયો હતો. સવજીભાઈ ધોળકિયા ઉદ્યોગ ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. તેઓ હરેકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક છે. તેમની ડાયમંડ ફેક્ટરીની અંદર અંદાજે સાડા છ હજારથી પણ વધારે કર્મચારીઓ કામ કરે છે.

આટલા મોટા ઉદ્યોગપતિ અને કરોડોની મિલકત હોવા છતાં પણ સવજીભાઈ ધોળકિયા આજે સાવ સાદું જીવન જીવી રહ્યા છે. દર વર્ષે 6,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતી કંપનીના માલિક સવજીભાઈ ધોળકિયા જમીન સાથે જોડાયેલા માણસ છે અને તેઓ હંમેશા સાદુ જીવન જીવવાનું પસંદ કરે છે. સેવાકીય કામમાં હંમેશા સવજીભાઈ ધોળકિયા આગળ જ હોય છે.

સવજીભાઈ ધોળકિયાની સૌથી મોટી સિદ્ધિ પંચગંગા તીર્થને માનવામાં આવે છે. તેમને અહીં પાંચ જેટલા મોટા સરોવરને તૈયાર કરીને સમાજ માટે ખૂબ જ સારું કાર્ય કર્યું છે. મિત્રો તમને જણાવી દઈએ કે અંદાજે 200 થી વધુ એકરની જમીનની અંદર જ્યારે સરોવરનું નિર્માણ ચાલી રહ્યું હતું. ત્યારે સવજીભાઈ ધોળકિયા ખુદ પાવડો લઈને કામ પર લાગ્યા હતા.

pinal

Leave a Reply

Your email address will not be published.