ઈશા અંબાણીએ સૌપ્રથમ વાર પોતાના જુડવા બાળકો ને લઈ પહોંચી અંબાણી હાઉસ પર પહોંચતા ઉત્સવ ઉજવાયો ! હવે આ જગ્યા પર 300 કીલો સોનુ દાન કરશે… – Gujarati Akhbar

ઈશા અંબાણીએ સૌપ્રથમ વાર પોતાના જુડવા બાળકો ને લઈ પહોંચી અંબાણી હાઉસ પર પહોંચતા ઉત્સવ ઉજવાયો ! હવે આ જગ્યા પર 300 કીલો સોનુ દાન કરશે… – Gujarati Akhbar

હાલમાં જ્યાં જૂઑ ત્યાં માત્રને માત્ર ઈશા અંબાણીના બાળકોની ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઈશા અંબાણી પોતાના જોડિયા બાળકો સાથે અમેરિકાના લોસ એન્જલસથી પોતાના ઘરે પરત ફરી છે, ત્યારે અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ જામ્યો છે. બાળકોના જન્મ બાદ ઈશા એક મહિના પછી મુંબઈ પરત ફરી છે. ત્યારે પપરિવાર દ્વારા તેના નિવાસસ્થાન કરુણા સિંધુમાં તેના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી છે.

આપણે જાણીએ છે કે, ઇશા અંબાણીનાટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો 19 નવેમ્બરના રોજ થયો હતો અને પરિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું હતું અને હવે જ્યારે ઈશા ઘરે પરત ફરી છે, ત્યારે પરિવાર દ્વારા ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, દેશભરનાં પ્રખ્યાત મંદિરોમાંથી ઘણા પંડિતો પૂજા અર્ચના કરવા માટે પધાર્યા છે , જે બાળકોનાં સારાં સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભગવાનના આશીર્વાદ માગશે. આ પ્રસંગે અંબાણી પરિવાર 300 કિલો સોનું દાન કરશે. સૌથી ખાસ વાત એ છે કે, દેશના તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિર, નાથદ્વારાના શ્રીનાથજી મંદિર, શ્રી દ્વારકાધીશ મંદિર સહિત અનેક મંદિરોમાંથી પ્રસાદ મગાવવામાં આવ્યો છે.

આપણે જાણીએ છે કે, અંબાણી પરિવાર હમેશાં તમામ સુખ-સુવિધાઓ સાથે જ રાખે છે. ઈશા અંબાણી માટે મુંબઈના જાણીતા ડોક્ટર્સનું એક જૂથ લોસ એન્જલસ ગયું હતું અને ત્યાંથી ઈશા અને બંને બાળકો સાથે પરત ફર્યું હતું.અમેરિકાના શ્રેષ્ઠ બાળરોગ નિષ્ણાત ડો. ગિબ્સન પણ ઈશાની સાથે હતા, જેથી બાળકો સુરક્ષિત રીતે મુંબઈ પહોંચી શકે.

બાળકો માટે પરિવાર દ્વારા કરુણા સિંધુ અને એન્ટિલા ખાતે બાળકોની માટેની નર્સરી પર્કિન્સ એન્ડ વિલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આમાં ઓટોમેટિક બેબી ટ્રોલી પણ સામેલ છે, જેનાથી બાળકોને સુવિધા મળી રહે.

તમામ નર્સરી ફર્નિચર ખાસ કરીને લોરો પિયાના, હર્મીઝ અને ડિયોર દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. બંને બાળકનાં કપડાં ડોલ્ચે એન્ડ ગબાના, ગુચી અને લોરો પિયાના દ્વારા બનાવવામાં આવ્યાં છે. BMWએ બાળકો માટે ખાસ ડિઝાઈન કરેલી કાર સીટો છે. બંને બાળકની સંભાળ રાખવા માટે અમેરિકાથી 8 નેની અને સ્પેશિયલ નર્સને ખાસ તાલીમ માટે લાવવમાં આવી છે.

pinal

Leave a Reply

Your email address will not be published.