ગુજરાતી સંગીત જગત મા નામ બનાવનાર રાકેશ બારોટ નો જન્મ થયો છે ગામ માં, મણિરાજ બારોટ સાથે શુ સબંધ…

ગુજરાતી કલાકારોમાં ઘણી શક્તિ છે, તે આપણે સૌ જાણીએ છીએ. આજે આપણે એક એવા કલાકાર વિશે જાણીએ જેનો મણિરાજ બારો સાથે ખાસ સંબંધ હતો. આજે આપણે રાકેશ બારોટની સંગીત સફર વિશે વાત કરીશું.
બહુ ઓછા લોકો જાણે છે કે રાકેશ બારોટને મણિરાજ બારોટ સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે. ચાલો તમને જણાવીએ કે આખરે કેવી રીતે રાકેશ બારોટ ગુજરાતના લોકપ્રિય ગાયક બન્યા.
લોકપ્રિય ગુજરાતી ગાયક રાકેશ બારોટનો જન્મ પાટણ જિલ્લાના વરવાડા ગામમાં થયો હતો અને રાકેશ બારોટે 14 વર્ષની ઉંમરે સંગીતમાં રસ દાખવવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે આઠમા ધોરણમાં હતો ત્યારે મમ્મીએ તેની ટેપ મણિરાજ બારો સાથે બનાવી હતી. જો કે, તે પછી સ્થિતિ સારી ન રહી અને મણિરાજ બારોટના અવસાન પછી નવી શરૂઆત કરવામાં આવી.
તેમના જીવનમાં ત્યારે સફળતા મળી જ્યારે ગીત ‘સાજનને સંદેશો’ આવ્યું. આવ્યું તો ખરું જ પણ એવું છવાયું કે મામા મણિરાજ બારોટના ભાણેજ તરીકે અને એક ગાયક તરીકે રાકેશ બારોટનો ખુલ્લા મને સ્વીકાર કર્યો. જે પછી એક પછી એક આલ્બમ મળતા ગયા અને રાકેશ બારોટ ઓડિયન્સના દિલમાં સ્થાન જમાવતા ગયાં.
આપણે સારુ આપવામાં નિષ્ફળ ન નીવડીએ બસ એ મહત્વનું છે એવું રાકેશ બારોટનું માનવું છે. સૌથી મહત્વની વાત એ છે કે, મણીરાજ બારોટ રાકેશ બારોટના મામા છે, રાકેશ ક્યારેય મણીરાજ બારોટના નામે નહીં પણ પોતાની ગાયિકીની કળા થી આગળ આવ્યા.
જ્યારે કેસેટનો જમાનો હતો ત્યારથી રાકેશ બારોટ કામ કરતા હતા.જે પછી વીસીડી-ડીવીડીનો જમાનો આવ્યો અને ટેક્નીક સાથે ગાવાની ઢબ અને લય પણ બદલ્યા. અને હવે યુ ટ્યૂબ જેવા પ્લેટફોર્મ સાથે ડિજિટલ યુગ આવી ગયો છે.
આમ સંગીતક્ષેત્રે ઘણાં કપરા ચઢાણો પણ છે તો સાથે સાથે જ મહેનત કરીએ તો સફળતા પણ છે.સંગીતક્ષેત્રમાં દિગ્ગજ એવા મણિરાજ બારોટ રાકેશ બારોટના મામા થાય છે તો કુટુંબમાં ચાર ભાઈમાંથી રાકેશ ત્રીજા નંબરના છે. તેમના અન્ય ભાઈ શૈલેષ પણ સિંગર છે.