ગોંડલ ના આ યુવાને ફોર્ચ્યુનર ગાડીના મનપસંદ નંબર માટે, આ ભી એ ખર્ચી નાખ્યા આટલા લાખ રૂપિયા, જાણી ને તમે પણ કહેશો આવો અજીબ શોખ…

આજના આધુનિક યુગમાં લોકો પોતાના શોખ પૂરા કરવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તમે એવા ઘણા લોકોને જોયા હશે જેઓ મોબાઈલ અથવા તો કાર અને ઘડિયાળના શોખીન છે. ખૂબ જ દુર્લભ કિસ્સાઓમાં, તમે ઘણા લોકોને કાર નંબરો સાથે ખૂબ જ અનોખો શોખ ધરાવતા જોશો. ઘણી વખત લોકો તેમના મનપસંદ નંબર મેળવવા માટે કોઈપણ હદ સુધી જશે. ફેન્સી નંબર અથવા ગોલ્ડન કે સિલ્વર નંબર મેળવવા માટે વાહનોની ઓનલાઈન હરાજી કરવામાં આવે છે.
આ પ્રકારની ઓનલાઈન હરાજીમાં, મોટાભાગના ડ્રાઈવરો નંબર મેળવવા માટે રખડતા હોય છે અને ઓનલાઈન કિંમતો જણાવતા હોય છે. જેમાં સૌથી વધુ બોલી લગાવનાર અને તેનો ફેવરિટ નંબર જોવા મળે છે. આજના આધુનિક યુગમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાનો લકી નંબર મેળવવા માટે ગમે તેટલા પૈસા ખર્ચવા તૈયાર હોય છે.
આવો જ એક અનોખો કિસ્સો ગોંડલ શહેરમાંથી સામે આવ્યો છે. ગોંડલ શહેરની ખોડલધામ સોસાયટીમાં રહેતા કૌશિક સોજીત્રા નામના યુવાને અને ખૂબ જ પ્રતિષ્ઠિત ફ્રી હડમતાલા ઈન્ડસ્ટ્રીઝના માલિક છે, તેણે રૂ. 42 લાખના ખર્ચે તદ્દન નવી ફોર્ચ્યુનર ખરીદી હતી.
આ કારની અંદર યુવકનો મનપસંદ નંબર 9 હતો, તે અંગે કૌશિકભાઈએ રાજકોટ સહિત અન્ય અનેક આરટીઓમાં તપાસ કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ નવી સિરીઝ આવી શકી ન હોવાનું જાણવા મળ્યું હતું.
એને કારણે કૌશિકભાઇ એ પોતાના મનપસંદ નંબર લેવા માટે, છે ગાંધીનગર આરટીઓ સુધી દોડા કર્યા હતા, જ્યાં નવી સીરીઝ ખુલવાની હોય ત્યારે ૯ નંબર લેવા માટે રૂપિયા 10,21,000 રૂપિયા આરટીઓ ની અંદર બોલી લગાવવા માં આવીં હતી. તેમજ ગત શુક્રવારે આ નંબર માટે લગાવેલી બોલી માં અપ્રુવલ મળી જતા, કૌશિકભાઇ એ તેમની નવી ફોરચુનર ગાડી ની અંદર, GJ ૧૮ BR ૦૦૦૯ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ લાગી જશે.
આ ખાસ પ્રસંગે કૌશિકભાઇ સોજીત્રા નામના યુવકે જણાવ્યું હતું કે, તેઓને ગાડીની અંદર ૯ નંબર ને પોતાના માટે ખૂબ જ લક્કી નંબર માને છે. ગયા વર્ષે તેમણે એક નવું ચમચમતું બુલેટ લીધું હતું, તેની અંદર પણ તેમણે પોતાના મનપસંદ નંબર ૯ લીધો હતો. જેને કારણે આવનારા વર્ષો ની અંદર જો અન્ય વાહનોની ખરીદી કરશે તો તેની અંદર પણ ગાડી નો નંબર ૯ લેવાની પૂરેપૂરી ટ્રાય કરશે.
કૌશિક તારા નામના યુવકે જ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે પોતાની ગાડીનો મનપસંદ નંબર લેવા માટે ગાંધીનગર આરટીઓ ની અંદર ત્રણ લોકો દ્વારા બીડિંગ કરવામાં આવ્યું હતું. જેની અંદર શુક્રવારના રાતના સમયે તેમને ૯ નંબર મળી ગયાનો આરટીઓ દ્વારા મેસેજ કરવામાં આવ્યો હતો. શનિ-રવિની રજા હોવાને કારણે આવતીકાલે એટલે કે આજે સોમવારના દિવસે આ તમામ રકમ ઓનલાઇન દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવશે.