શુક્રવારે આ વસ્તુઓને ખરીદવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, પરતું ભૂલથી પણ ન કરો આ કામ..

શુક્રવારે આ વસ્તુઓને ખરીદવાથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, પરતું ભૂલથી પણ ન કરો આ કામ..

શુક્રવારે કઈ વસ્તુઓ ખરીદવી..  શુક્રવારે કપડાં, વાહન, ગેજેટ્સ, જ્વેલરી, ખાંડ, મીઠાઈ, મેકઅપની વસ્તુઓ વગેરે ખરીદો. એવું માનવામાં આવે છે કે આને ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.શુક્રવાર દેવી લક્ષ્મી તેમજ શુક્રદેવને સમર્પિત છે. આ દિવસે શુક્રદેવને પ્રસન્ન કરવા માટે સફેદ કે ચાંદીના રંગનું વાહન ખરીદવું શુભ માનવામાં આવે છે.

શુક્રવારે શું કરવું.. ઘીનોદીવો શુક્રવારે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. એવી માન્યતા છે કે રાત્રે મા લક્ષ્મી પ્રવાસે જાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવવામાં આવે છે. આમ કરવાથી ઘરની નકારાત્મકતા પણ દૂર થાય છે.

શુક્રવારના દિવસે કન્યાઓને દાન કરો, ભેટ આપો અને સુહાગની વસ્તુઓ પરિણીત મહિલાઓને આપીને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. શુક્રવાર મા લક્ષ્મીનો દિવસ હોવાથી વિધિ-વિધાન પ્રમાણે તેમની પૂજા કરો અને કમળ અને ગુલાબના ફૂલ ચઢાવો. પૂજા પછી મહાલક્ષ્મી આરતીનો પાઠ અવશ્ય કરો.

શુક્રવારે ભૂલથી પણ ન કરશો આ કામ.. કોઈને ભૂલથી પણ રૂપિયા ઉધાર ન આપો. માન્યતા છે કે શુક્રવારે આપેલું ધન ક્યારેય પાછું આવતું નથી. આ દિવસે ઉધાર લેવાથી માતા લક્ષ્મી નારાજ રહે છે અને સંબંધો પણ બગડે છે.કોઈનું અપમાન ક્યારેય ન કરવું પણ શુક્રવારે જો મહિલા, કન્યા કે કિન્નરનું અપમાન કરાય છે તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે કોઈને અપશબ્દો ન બોલાય તેનું ખાસ ધ્યાન રાખો.

શુક્રવારે માંસાહાર કે નશીલા પદાર્થોનું સેવન ટાળો. આ દિવસે સાત્વિક ભોજન કરવું. શક્ય હોય તો તમારી આ આદત બદલી લો.શુક્રવારે કોઈને ખાંડનું દાન ન આપો. ખાંડનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે હોય છે. શુક્ર ભૌતિક સુખનો સ્વામી છે. ખાંડના દાનથી શુક્ર નબળો બને છે અને આર્થિક સ્થિતિ પણ નબળી બને છે.

શુક્રવારે માતા લક્ષ્મીની સાથે નારાયણની પૂજા કરી લેવી. લક્ષ્મી સાથે નારાયણની પૂજાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને બંનેનો આર્શિવાદ બની રહે છે. શક્ય હોય તો સવાર સાંજ કોઈ એક સમયે ઘરમાં ગળ્યું ખાવાનું બનાવો અને તેને સૌ પહેલાં ઘરની કોઈ મહિલા કે કન્યાને આપો. કહેવાય છે કે ચોખ્ખી રસોઈમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આ માટે ક્યારેય રાતે કિચન સાફ કર્યા વિના સૂવું નહીં. એંઠા વાસણ રાખવાથી પણ દેવી લક્ષ્મી નારાજ થાય છે.

જો તમે મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો શુક્રવારે પ્રોપર્ટી સંબંધિત કોઈ કામ ન કરો. આવું કરવાથી અશુભ થાય છે અને માતા લક્ષ્મી ક્રોધિત થાય છે.આ સિવાય શુક્રવારના દિવસે રસોડું કે પૂજા સંબંધિત વસ્તુઓ ન ખરીદવી જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં આવું કરવું સારું માનવામાં આવતું નથી.

શુક્રવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. કારણ કે આ દિવસે લેવડ-દેવડ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે. જો શુક્રવારના દિવસે કોઈ તમને ખાંડ માંગે તો નમ્રતાથી તેનો ઇનકાર કરો. કારણ કે શુક્રવારના દિવસે સાકર આપવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે અને ઘરમાં સુખ-શાંતિ બગડે છે.

શુક્રવારે આ વસ્તુઓ ખરીદવી શુભ છે.. જે રીતે શુક્રવારના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી અશુભ હોય છે તેવી જ રીતે આ દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે કળા, સંગીત અને સુંદરતા સંબંધિત સામાન ખરીદી શકો છો.શુક્રવારે ગેજેટ્સ અને શણગાર ખરીદીને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

શુક્રવારના દિવસે શું ન કરવું જોઈએ.. તે જ જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ હોય છે જ્યાં સ્વચ્છતા હોય છે. આ સિવાય જે લોકો સ્વચ્છ વસ્ત્રો પહેરે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા વરસે છે. રાહુ ફાટેલા અને ગંદા કપડા પહેરવાથી અશુભ છે અને ઘણી સમસ્યાઓ આવે છે. એટલા માટે હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખો.

pinal

Leave a Reply

Your email address will not be published.