એક સમયે રેલવે સ્ટેશન પર સુવા માટે મજબુર યુવક આજે ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની કંપનીનો માલિક બની ગયો.

એક એવી વ્યક્તિ કે જે ઉચ્ચ આશાઓ ધરાવે છે અને તેના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરે છે. આજે અમે તમને આવા જ એક વ્યક્તિ વિશે જણાવીશું જેને રેલવે સ્ટેશન પર સૂવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો.
હવે તે 35000 કરોડની કિંમતની કંપનીના માલિક છે. આ બતાવે છે કે સખત મહેનત તમને ગમે ત્યાં પહોંચી શકે છે. સત્યનારાયણ નુવાલ સૌર ઉદ્યોગના સ્થાપક છે. તેમનો બિઝનેસ હવે 65 દેશોમાં વિસ્તરી ગયો છે.
તેઓ મોટી કંપનીના સ્થાપક હોવા છતાં તેમનો સ્વભાવ સાધારણ છે. તેમનું મુખ્યાલય નાગપુરમાં આવેલું છે. સત્યનારાયણ નુવાલને આ બધું વારસામાં મળ્યું ન હતું, પરંતુ તેમની સખત મહેનત તેમને આજે જ્યાં છે ત્યાં સુધી પહોંચાડી હતી.
તેમને જણાવ્યું કે તેમને આ મુકામ ખુબજ મહેનતથી હાસિલ કર્યું છે. તે ખબજ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. પણ તેમને નક્કી કરી દીધું હતું કે તે જે પણ કરશે કઈ મોટું જ કરશે. તે કામની તલાશમાં આમથી તેમ દોડતા હતા.
અમુકવાર તો પૈસાના અભાવના કારણે રેલવે સ્ટેશન પર જ રોકાવું પડતું હતું. પણ તેમને ધીરે ધીરે સોલાર ઇન્ડુસટ્રીની શરૂઆત કરી.આજે તે દેશની સૌથી મોટી બ્લાસ્ટ બનાવતી કંપની છે, તેનો સૌથી મોટી ગ્રાહક ભારત સરકાર છે.
તે કોલસામાં થતા બ્લાસ્ટનું ઉત્પાદન કરે છે. આજે તે પોતાની મહેનતથી ૩૫૦૦૦ કરોડ રૂપિયાની કંપનીના માલિક છે. તો જીવનમાં જે લોકોને કઈ કરવું છે તો તેમને તે સફળતા જરૂરથી મળે છે.