શનિદેવને ખુશ કરવા માટે જરુર કરજો આ સરળ ઉપાય.. એક ખોટો સિક્કો પણ ખર્ચ નહિ કરવો પડે.. બની જશે બગડેલા બધા કામ..

શનિદેવને ખુશ કરવા માટે જરુર કરજો આ સરળ ઉપાય.. એક ખોટો સિક્કો પણ ખર્ચ નહિ કરવો પડે.. બની જશે બગડેલા બધા કામ..

આપણા જ્યોતિષ શાસ્ત્રમાં કુલ નવ ગ્રહોનું વર્ણન આપવામાં આવ્યું છે. જે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ છે. આ નવ ગ્રહોમાં સૌથી ક્રૂર ગ્રહ શનિ ગણાય છે. પરંતુ શનિને પ્રસન્ન કરવાથી દરેક કામમાં આવતી અડચણો પણ ઝડપથી દૂર થઈ શકે છે. શનિને ખુશ કરવા માટે કેટલાંક કામ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો, તેનું ચોક્કસથી ફળ મળે છે. જો કોઇ વ્યક્તિ ગરીબોની મદદ કરે તો, તેના પર શનિદેવ બહુ જલદી પ્રસન્ન થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા સાચા મનથી કરવાં જોઇએ આટલાં કામ…

-ક્યારેય માતા-પિતા, ગરીબ, બ્રાહ્મણ કે ઘર-પરિવારના લોકોનું દિલ ન દુભાવવું.

 

-કોઇ મંદિરમાં પીપળાનો છોડ વાવો અને તેની દેખભાળ કરો.

-રોજ સવાર-સાંજ જ્યારે પણ રોટલી બનાવો ત્યારે છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઇએ.

-કોઇ નેત્રહીનની મદદ કરો. શક્ય હોય તો, તેની દવાઓનો ખર્ચ ઉઠાવો.

-દર શનિવારે શનિ માટે વ્રત કરવું. કોઇ ભંડારામાં અન્નદાન કરવું.

-સમયાંતરે ગરીબોને કાળા તલનું દાન કરતા રહેવું જોઇએ. કાળા ચણા, કાળા અડદ અને કાળાં કપડાંનું પણ દાન કરવું જોઇએ.

-વરસાદ અને તડકાથી બચવા કોઇ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને છત્રીનું દાન કરવું જોઇએ.

-દર શનિવારે પાણીમાં કાળા તલ નાખી સ્નાન કરવું.

-કોઇ સફાઇકર્મીને નવાં કપડાંનું દાન કરો.

-માંસાહાર અને નશાથી દૂર જ રહેવું. રોજ સવારે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો.

pinal

Leave a Reply

Your email address will not be published.