આ એક્ટ્રેસ ને હદ થી પણ વધુ પ્રેમ કરતા હતા બોબી દેઓલ, આ એક્ટ્રેસ ને લીધે કર્યું હતું બ્રેકઅપ

આ એક્ટ્રેસ ને હદ થી પણ વધુ પ્રેમ કરતા હતા બોબી દેઓલ, આ એક્ટ્રેસ ને લીધે કર્યું હતું બ્રેકઅપ

ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનાં દિકરા બોબી દેઓલની ફિલ્મી કારકિર્દી કોઈ ખાસ રહેલ નથી, પરંતુ તેની પર્સનલ લાઇફ ખૂબ જ રસપ્રદ છે. આમ તો બોબી દેઓલ પોતાના અંગત જીવનને લઈને વધારે બોલતા નથી, પરંતુ એક સમય એવો હતો જ્યારે યુવતીઓ તેને જોતા જ ફીદા થઈ જતી હતી.

અને જયારે બોબી દેઓલે  લગ્ન કર્યા તો ઘણી યુવતીઓના દિલ તૂટી ગયા. તેમાં અભિનેત્રી નીલમ કોઠારી પણ શામેલ છે, જે બોબી દેઓલ પર ફિદા હતી. આજની આ પોસ્ટમાં નીલમ કોઠારી અને બોબી દેઓલની લવ સ્ટોરી વિશે જણાવીએ.

બોબીની લવ સ્ટોરી શરૂ થઇ આવી રીતે-

બોબી દેઓલ અને નીલમ કોઠારીની રિલેશનશિપ લગભગ પાંચ વર્ષ સુધી ચાલી હતી. તેની શરૂઆત એક ફિલ્મના શૂટિંગ સેટ પર થઈ હતી. તેમજ બોબીનાં મોટાભાઈ સની દેઓલ અને નીલમ કોઠારી ૯૦નાં દશકમાં શંકરા અને વિષ્ણુ દેવા જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોનું શૂટિંગ જોવા માટે બોબી દેઓલ જતા અને ત્યારે તેમની મુલાકાત નીલમ સાથે થઈ હતી.

પહેલી મુલાકાતમાં બંને મિત્રો હતા અને પછી આ મિત્રતા ક્યારેય પ્રેમમાં ફેરવાય ગઈ એની ખબર પડી નહીં. વાત તો બન્નેના લગ્ન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ એક એક્ટ્રેસ આ બંનેના જીવનમાં તોફાન બનીને આવી. આ એક્ટ્રેસને કારણે બન્નેનું બ્રેકઅપ થઈ ગયું તો ચાલો જાણીએ કે આખરે તે એક્ટ્રેસ કોણ હતી.

આ અભિનેત્રીને કારણે સંબંધનો આવ્યો અંત

બોબી અને નિલમે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી  બંને એકબીજાની સહમતી થી દૂર થઈ ગયા. મીડિયા રિપોર્ટ એવું કહે છે નીલમ અને બોબીનાં બ્રેકઅપ પહેલા બોબીનું નામ પૂજા ભટ્ટ સાથે જોડાવા લાગ્યું હતું અને આ વાત સાંભળીને નીલમ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને નહીં તેણે બોબી દેઓલ પર ઘણાં ગંભીર આરોપો પણ લગાવ્યા.તેમણે કહ્યું હતું કે બોબી મને લઈને ક્યારેય સીરીયસ હતા નહીં અને જો હું દેઓલ પરિવારની વહુ બની જાત તો મારી ફિલ્મી કારકિર્દી ખરાબ થઈ જાત.

જો કે હાલમાં નીલમ અને બોબી દેઓલ બંને પોતાની જિંદગીમાં ખૂબ જ આગળ વધી ચુક્યા છે. બોબી દેઓલની વિષે જાણી એ તો તેમણે વર્ષ ૧૯૯૬માં એક બિઝનેસ વુમેન સાથે લગ્ન કરી લીધા.

તાન્યા એક બિઝનેસ ફેમિલી સાથે સંબંધ રાખે છે. એટલું જ નહીં તેમની ધ ગુડ અર્થ નામથી એક ફર્નિચર અને હોમ ડેકોરની કંપની પણ છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ આ કંપનીનાં ક્લાઈન્ટ છે. તાન્યા એક કોશ્ચ્યુમ ડિઝાઈનર પણ છે. તેમણે વર્ષ ૨૦૦૫માં આવેલી ફિલ્મ જુર્મ અને ૨૦૦૭માં રીલિઝ થયેલી નન્હે જેસલમેરમાં કોશ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા.

વળી નીલમ કોઠારીની વાત કરવામાં આવે તો તેમણે બે લગ્ન કર્યા છે. પહેલા લગ્ન યુકેનાં એક બિઝનેસમેન ઋષિ શેઠિયા સાથે અને બીજા લગ્ન વર્ષ ૨૦૧૧માં ટીવી અભિનેતા સમીર સોની સાથે થયા. નીલમ અને સમીરે એક દીકરી અહાનાને દત્તક લીધી છે. જયારે બીજી બાજુ સમીરના પણ બીજા લગ્ન છે. તેમણે રાજલક્ષ્મી રોય સાથે પહેલાં લગ્ન કર્યા હતા.

pinal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *