બનાસકાંઠાના આ ખેડૂતે પોતાની મહેનતથી આજે આખા ગામનું નસીબ બદલી નાખ્યું તો આજે દરેક લોકો ખેડૂતના વખાણ કરી રહ્યા છે.

આજે જે વ્યક્તિ નોકરી સ્વીકારે છે તે તે નોકરી કરીને જીવનમાં આગળ વધી શકે છે. બનાસકાંઠામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. એવું જાણવા મળ્યું હતું કે ખેડૂતોએ તેમની ઇચ્છાશક્તિથી તેમનું નસીબ બનાવ્યું છે. બનાસકાંઠામાં પાણીની સ્થિતિ અત્યંત ગંભીર છે.
જેના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી. પરંતુ આજે બનાસકાંઠાના એક ખેડૂતે પોતાની મહેનતથી ફરક પાડ્યો છે. બનાસકાંઠામાં પાણીની એટલી બધી તંગી હતી કે ઘણાને પાણી મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. જેથી શેરપુર ગામના એક ખેડૂતે પોતાના ખેતરમાં ટાંકી બનાવી હતી. નસીબ હવે અલગ હતું.
આ ખેડૂતનું નામ અણદાભાઇ છે, અણદાભાઇને દસ વીઘા જમીન હતી પણ તેમને પાણીની ખુબ જ મોટી સમસ્યા હતી એટલે તેવો જોવે એવી ખેતી કરી શકતા ન હતા, તેથી અણદાભાઇએ નક્કી કરી લીધું કે તે આ પાણીની સમસ્યાને જરૂરથી દૂર કરશે. તે માટે તેમને પોતાના એક ખેતરમાં ખેત તલાવડી બનાવી દીધી અને વરસાદનું વહી જતું વધારાનું પાણી તેમાં ભેગું કર્યું હતું.
અણદાભાઇની ખેત તલાવડીમાં આજે એટલું પાણી છે કે જ્યાં લોકો શિયાળામાં ખેતી કરી શકતા ન હતા ત્યાં તેઓ આજે ખેતરમાં લીલાછમ પાક ઉભા કરીને ખેતી કરી રહ્યા હતા, અણદાભાઇના આ કામના કારણે આજે આજુ બાજુના ખેતરના ખેડૂતોના પણ નસીબ બદલાઈ ગયા હતા
અને આજે તેઓ તે પાણીનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા હતા, અણદાભાઇના આ પ્રયત્નથી આજે આખા ગામનું નસીબ બદલાઈ ગયું હતું તેથી દરેક લોકો આ ખેડૂતના વખાણ કરી રહ્યા હતા.