અલ્પાબેન પટેલે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની લીધી મુલાકાત , અહીંનું આયોજન જોઈને અલ્પાબેન બોલી ઉઠ્યા કે :- ચારધામની યાત્રા જેવો જ માહોલ છે…જુઓ તસવીરો

મિત્રો અમદાવાદ શહેરના આંગણે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અત્યારે ધૂમધામ થી ઉજવણી ચાલી રહી છે અને દરરોજ પ્રમુખસ્વામી નગર ની અંદર દેશ વિદેશથી લાખો હરિભક્તો અહીં મુલાકાતે આવી રહ્યા છે. અહીંનો નજારો જોઈને લાગે છે કે જાણે આ ધરતી ઉપર સ્વર્ગ ઉતરીને આવ્યું હોય. સેકડો સ્વયંસેવકો છેલ્લા ઘણા લાંબા સમયથી પોતાના કામ ધંધો મૂકીને અહીં સેવા આપી રહ્યા છે
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અને તમામ ગુજરાતીઓની સાથે સાથે ગુજરાતના મોટા મોટા કલાકારો બિઝનેસમેનો અને મોટા મોટા નેતાઓ અહીં મુલાકાત આવી રહ્યા છે તેમજ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની અંદર જીગરદાન ગઢવી ગીતાબેન રબારી ભીખુદાનભાઈ ગઢવી તેમજ કિંજલ દવે સહિતના કલાકારોએ મુલાકાત લીધી છે
ત્યારે થોડા દિવસો પહેલા ગુજરાતી કલાકાર અને ખૂબ જ પ્રખ્યાત એવા અલ્પાબેન પટેલે પણ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી અને આ મહોત્સવ અંગે પોતાનો અનુભવ શેર કરતા અલ્પાબેન પટેલે કહ્યું હતું કે, અત્યારે તેની ચર્ચા એ ચારે બાજુ ચાલી રહી છે અને અલ્પાબેન પટેલ પોતાના પતિની સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવ્યા હતા
અહીંના ગરબા આયોજન વિશે વાત કરતા અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ચારધામની યાત્રા જેવો લાગે છે અને અહીં આવવાથી ખૂબ જ સારા વિચારો હૃદય સુધી પહોંચે છે અને એક અલગ જ ખુશીનો અનુભવ થઈ રહ્યો છે. આથી વિશેષ હરિભક્તોને મહંત સ્વામી મહારાજના દર્શનનો પણ લાવવા મળ્યો છે
તેના કારણે હરિભક્તોએ પોતાના તન મન અને ધનથી ખૂબ જ મહેનત કરીને અહીંયા સેવા આપી રહ્યા છે અને બાળનગરીની વાત પણ અનોખી છે તેમજ હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપું છું. જેમણે પોતાના બાળકોને અહીં સુધી પહોંચાડ્યા છે
વધુમાં અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે બાપાની વાસ માથી બનાવેલી મૂર્તિ જોઈને એવું લાગે છે કે હમણાં બાપા બોલી ઉઠશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હું કહીશ તો બહુ ઓછું લાગશે પણ એટલું જ કહીશ કે જીવન ધન્ય થઈ ગયું અને અંતમાં આલ્ફાબેટ પટેલ સૌ કોઈ હરિભક્તોને જય સ્વામિનારાયણ પણ કર્યા હતા