એક એવું મંદિર જ્યાં ત્રણ આંખવાળી ગણેશજીની પ્રતિમા છે, તમે પણ ફોટા ને સ્પર્સ કરી દર્શન કરી લો….

આપણા દેશમાં ભગવાન ગણેશના ઘણા મંદિરો છે જે કેટલાક ચમત્કારો અને રહસ્યો માટે જાણીતા છે, પરંતુ આજે અમે તમને વિશ્વના એક માત્ર ભગવાન ગણેશના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાન ગણેશની મૂર્તિને ત્રણ આંખો છે. માન્યતા અનુસાર, ગણેશ અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા.
એવું માનવામાં આવે છે કે આખા દેશમાં માત્ર ચાર મંદિરોમાં જ ગણેશની સ્વયંપ્રકાશિત મૂર્તિઓ રહે છે, અમે જેની વાત કરવા જઈ રહ્યા છીએ તે રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના રણથંભોરમમાં સ્થિત પ્રસિદ્ધ ત્રિનેત્ર ગણેશ મંદિર છે. જો કે આ મંદિરને રણતભંવર મંદિર પણ કહેવામાં આવે છે.
જણાવી દઈએ કે આ મંદિર ૧૫૭૯ ફુટની ઉંચાઇ પર એટલે કે અરાવલી અને વિંધ્યાચલ પર્વતની પહાડિઓમા આવેલુ છે. જયારે આ મંદિરની સૌથી સૌથી મોટી વિશેષતા એ છે કે અહિના ગામમાં જયારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે તો પહેલું નિમંત્રણ ભગવાન ગણેશજીને જરૂર મોકલવામાં આવે છે.
આટલું જ નહિ અહી દર્શન માત્રથી જ ભકતોની બધી સમસ્યાઓ હમેશા માટે દૂર થાય છે. જો તમે આ મંદિરમાં આવી શકતા નથી તો તમે પત્ર લખીને પણ તમારા દુખની વાત જણાવી શકો છો. કહેવાય છે અહિ સાચા હ્રદયથી માંગેલી દરેક પ્રાર્થના પૂર્ણ થાય છે. માન્યતા એવી રહી છે કે વિક્રમાદિત્ય રાજા પણ દર બુધવારે અહિ પૂજા કરવા આવતા હતા.
આ મંદિરમાં ભગવાન ગણેશ ત્રિનેત્ર સ્વરુપે બિરાજમાન છે જેમાં તેમનુ ત્રિજુ નેત્ર જ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે.જયારે આ મંદિરમાં ગણેશજી પોતાના પૂર્ણ પરીવાર એટલે કે બન્ને પત્ની રીધ્ધી સિધ્ધિ અને બે પુત્રો શુભ અને લાભ સાથે બિરાજમાન છે. જો તમે આ મંદિરમાં આવવા માંગો છો તે જયપુરથી ત્રિનેત્ર ગણેશજી મંદિર આશરે ૧૪૨ કિલોમીટરના અંતરે રહ્યું છે.