આંખોની બીમારી દૂર થાય તેની માટે મોરબીના આ યુવકે રાખી હતી માં મોગલ ની માનતા, અને પછી થયો એવો ચમત્કાર કે…

દેશમાં દેવી દેવતાના અનેક મંદિર આવેલા છે જેમાં દરેક મંદિર પોતાના ચમત્કારથી ખુબજ જાણીતા થયા છે.જેમાં ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાથી દેવી દેવતાની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે કબરાઉમાં આવેલા માં મોગલ ધામના અનેક પરચા વિષે દરેક લોકો જાણતા જ હશે.
ત્યારે આજે અમે તમને એક પરચાની વાત કરવાના છીએ.મોરબીના એક ભક્તને કોઈપણ કારણોસર આંખે દેખાવાનું બંધ થઈ ગયું હતું જયારે તેમને માં મોગલ પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોવાથી તેમને માં મોગલની માનતા રાખી હતી અને તેમને આંખે દેખાતું થઈ ગયું હતું.
જેથી તેઓ કાબરાઉ ખાતે પહોંચીને માં મોગલના દર્શન કરીને પોતાની માનતા પુરી કરવા માટે ગયા હતા ત્યારે તેમને માં મોગલને ૫૧૦૦૦ રૂપિયા અર્પણ કર્યા હતા.ત્યારે મણીધરબાપુએ તેમના પૈસામાં એક રૂપિયો ઉમેરીને પૈસા પાછા આપ્યા હતા.
અને તેમને કહ્યું હતું કે આ પૈસા તમારી બહેન દીકરીઓને આપી દેજો અને તમારી માનતા મોગલ માતાએ ૧૦૦ ઘણી સ્વીકારી લીધી છે આવા અનેક ભક્તો પોતાની મુસીબત દૂર કરવા માટે માં મોગલની માનતા રાખતા હોય છે અને તેમની માનતા પુરી થતા તે માનતા પુરી કરવા માટે પણ જતા હોય છે.
ભક્તો પોતાની આસ્થા અને શ્રદ્ધાના કારણે દેશ વિદેશથી દર્શન કરવા માટે આવતા હોય છે અને માં મોગલ દરેક ભક્તોના દુઃખ દૂર કરતા હોય છે.જેના કારણે દિવસ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય ત્યારે અનેક ભક્તો માં મોગલના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે.