આ મંદિરે જઈ માં મોગલના દર્શન કરવાની માનતા રાખવાથી થઈ જાય છે મનની દરેક ઈચ્છા પૂરી..વાંચો

કળિયુગમાં પણ કળિયુગના ભક્તોને દિવ્ય માતા મોગલના પુનર્જન્મના દર્શનનો અનુભવ થાય છે.. ભક્તો ભક્તિભાવથી માતા મોગલના નામનો જાપ કરીને પોતાનું દુઃખ ભૂલી શકે છે. આ જ વાત માત્ર એક કે બે જણની નહીં, અસંખ્ય ભક્તોની છે. તેઓ એ હકીકતનો પણ સ્વીકાર કરે છે કે માતા મોગલ આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
ખાસ કરીને ગુજરાતમાં માતા મોગલના એક મંદિરમાં ભક્તોની મોટી ભીડ જામે છે. ઘણા ભક્તો મંદિરમાં પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા પ્રયાસ કરે છે.
આમાંથી એક મંદિર કચ્છના કબરાઈ ધામમાં જોવા મળે છે. આ મંદિરમાં, લોકો તેમની ઇચ્છાઓ પૂરી થયા પછી તરત જ માતાના દર્શન કરવા ઉતાવળ કરે છે.
કબરાઉ ધામ ખાતે માતા મોગલ સાક્ષાત બિરાજે છે. તેમના અસ્તિત્વનો અનુભવ અત્યાર સુધીમાં અનેક ભક્તોને થયો છે અને માતાજી એ ઘણા પરચા પણ દેખાડ્યા છે. આવો જ પરચો તાજેતરમાં રાજકોટના વિપુલભાઈને મળ્યો હતો. વિપુલભાઈ ની સમસ્યા દૂર થઈ જતા તેમાં તો મોગલના દર્શન કરવા પહોંચ્યા હતા.
કબરાઉ ધામ ખાતે આવીને વિપુલભાઈએ મણીધર બાપુને 25000 રૂપિયા આપ્યા. સાથે જ કહ્યું કે તેમની માનતા પૂરી થતાં તે આ રૂપિયા આપી રહ્યા છે.
પરંતુ મણીધર બાપુએ તેમને આ 25,000 પરત આપ્યા અને કહ્યું કે માતાએ તેની મમતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેના ઘરની દીકરીઓને સમાન રીતે આપી દે. માતા મોગલ ને પૈસા ની જરૂર નથી.
આ રીતે માતા મોગલ એ અત્યાર સુધીમાં અનેક લોકોના દુઃખ દૂર કર્યા છે. કબરાઉ ધામ ખાતે આવનાર ભક્તના જીવનમાંથી દુઃખ દૂર થઈ જાય છે અને ખુશીઓ થી જીવન છલકાઈ જાય છે.
માતા મોગલ ના દર્શન કરવા માટે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. અહીં માતાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તો ધન્યતા અનુભવે છે