દર્દીને બચાવવા ડોકટર દોડ્યા :બેંગલુરુમાં ટ્રાફિકમાં ફસાયેલા ડોક્ટરે સર્જરી કરવા કાર છોડી, 3 કિમી દોડીને પહોંચ્યા હોસ્પિટલ

બેંગલુરુમાં છેલ્લા કેટલાક દિવસોથી લોકો પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન એક ડોક્ટરે પોતાના દર્દીનો જીવ બચાવવા માટે આવું પગલું ભર્યું, જે અન્ય લોકો માટે ઉદાહરણ બન્યું છે. આ ડૉક્ટર છે મણિપાલ હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટેરોલોજીના સર્જન ડો. ગોવિંદ નંદકુમાર, જેઓ 30 ઓગસ્ટના રોજ તાત્કાલિક લેપ્રોસ્કોપિક પિત્તાશયની સર્જરી કરાવવા જઈ રહ્યા હતા, પરંતુ તેઓ સરજાપુર-મરાથલ્લી પર જામમાં ફસાઈ ગયા.
ડો. નંદકુમારે ટ્રાફિક જોઈને વિચાર્યું કે મોડું થવાથી મહિલાનો જીવ જોખમમાં મુકાઈ શકે છે, એટલે તેમણે કાર ત્યાં જ મૂકી દીધી અને સર્જરી કરવા માટે ત્રણ કિલોમીટર દોડીને હોસ્પિટલ પહોંચ્યા.
વિચાર્યા વિના હોસ્પિટલ જવા માટે દોડ લગાવી
ડો. નંદકુમારે જણાવ્યું, તેઓ સેન્ટ્રલ બેંગલુરુથી મણિપાલ હોસ્પિટલ સુધી રોજ મુસાફરી કરે છે. એ દિવસે પણ તેઓ સમય પહેલાં ઘરથી નીકળ્યા હતા. તેમની ટીમ સર્જરી માટે તૈયાર હતી. ટ્રાફિકજામને જોતાં ડોકટરે કારને ડ્રાઈવર સાથે છોડવાનું નક્કી કર્યું અને વિચાર્યા વગર હોસ્પિટલ જવા માટે દોડ લગાવી.
ડોક્ટર નંદકુમારની ટીમ દર્દીને એનેસ્થેસિયા આપવાની તૈયારી કરી રહ્યા હતા. બીજી બાજુ, ડોક્ટર ઓપરેશન થિયેટર પહોંચ્યા અને સર્જિકલ ડ્રેસ પહેરી ઓપરેશન શરૂ કર્યું. આખરે સર્જરી સફળ રહી અને મહિલા દર્દીને રજા આપવામાં આવી હતી.
ડોક્ટરે ટ્વિટર પર શેર કર્યો દોડવાનો વીડિયો
ડોક્ટર નંદકુમારે સોમવારે એક દોડવાનો વીડિયો પણ શેર કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત નથી કે તેમણે આ પરિસ્થિતિનો સામનો કર્યો હોય. બેંગલુરુના ઘણા વિસ્તારોમાં ચાલીને જવું પડે છે, કેટલીકવાર રેલવેલાઇન પર…