દેવાયત ખવડ થયા ભૂગર્ભ મા 72-કલાક છતાં પકડ થી દૂર ! ઈજાગ્રસ્ત ની માતા સહીત ક્ષત્રિય સમાજની બહેનો,,જાણો.

દોસ્તો આજકાલ ડાયરા કલાકાર અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ હાલ ખુબ જ ચર્ચામાં છે, કારણ કે તેઓએ રાજકોટમાં યુવક મયુરસિંહ પર થોડાક દિવસો પહેલા ભરબપોરે અચાનક જ જીવલેણ હુમલો કર્યો હતો અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ચારેય તરફ વાયરલ થઇ ગયો છે અને હુમલામાં ઘાયલ થયેલા મયુરસિંહ રાણાએ પણ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે,
ત્યારે પોલીસ હવે તેને શોધવામાં લાગી છે અને દેવાયત પોલીસની પકડથી દૂર છે. જે બાદથી છેલ્લા પાંચ દિવસથી તેઓ ફરાર ચાલી રહ્યા છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા સાહિત્ય કલાકારના રાજકોટ આવેલા ઘર તેમજ મૂળ વતન દુધઈ ખાતે પણ તપાસ કરવામાં આવી પરંતુ હજુ સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.
એ ડિવિઝન પોલીસ મથકમાં દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ મયુરસિંહ રાણાને માર મારવા બદલ હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓએ ધરપકડથી બચવા માટે રાજકોટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પૂર્વે રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેના સાગરિતોએ હુમલો કર્યો હતો. જેનો સીસીટીવી વીડિયો વાયરલ થયા બાદ એ ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી હતી. હવે રાજકોટના સ્વેશ્વર ચોક પાસે થયેલી આ ધોકાવાળી ની ઘટના દિવસે ને દિવસે વેગ પકડી રહી છે.
“રાણો રાણાની રીતે” કહેનારા દેવાયત ક્યાં ગાયબ થઈ ગયા છે તે કોઈને કશી ખબર નથી. એવામાં લોકો દેવાયત ખવડના વિવાદિત વિડિયો વાયરલ કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ડાયરા ગજવતા દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા પર જે રીતના હુમલો કરવામાં આવ્યો તેના LIVE સીસીટીવી ફૂટેજ રાજકોટની પોલીસે કબજે કર્યા છે.
તો પણ હજુ પોલીસ આરોપીની કેમ ધરપકડ કરી શકી નથી તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લોક સાહિત્યકલાકાર રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે નિકટ સંબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ દેવાયત ખવડનું હથિયાનું લાયસન્સ પણ મંજુર કરવામાં આવ્યું હતું.