બહુચરાજીમાં માં બહુચર આજે પણ હાજરા હજુર બિરાજમાન છે, દરવાજે માથું ટેકવાથી જ ભક્તોની માનેલી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગુજરાતમાં નાના-મોટા દેવી-દેવતાઓના અનેક મંદિરો આવેલા છે, દરેક મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, દરેક મંદિરમાં દેવી-દેવતાઓ વાસ્તવમાં હાજર હોય છે. આજે આપણે એવા જ એક પવિત્ર અને ચમત્કારિક મંદિર વિશે વાત કરીશું, આ મંદિરમાં હાજરા બહિર બહુચર માતાજી બિરાજમાન છે.
આ મંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે આવેલું છે. આ મંદિરમાં આજે પણ બહુચર વાસ્તવમાં વસે છે. આથી માતાજીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો આવે છે, જો આ મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો, માતાજીનો જન્મ સાપકડા ગામમાં પ્રાગટ્ય હળવદથી દેવલ પ્રથમ અને બાપલ દેથામાં ચાર દેવી વિક્રમ સાવંતના ઘરે 1451 અષાઢ બીજના દિવસે થયો હતો.
એક સમયે માતાજી તેમની બહેન સાથે વણજાર જતા હતા તે સમયે બાપીયા નામક ધાડપાડુએ તેમના કાફલા પર તૂટી પડ્યા હતા. તે સમયે દુશ્મનના ચરણે જવાને બદલે અંતિમ પગલાં લેતી વખતે પોતાનો જીવ જાતે જ લઇ લેવામાં આવે તો તેને ત્રાગું કહેવામાં આવે છે.
તો તેઓએ તે સમયે ત્રાગું કર્યું હતું. માતાજીના લોહીથી ધાડપાડુ બાપીયો શાપિત થઇ ગયો હતો, તે પછી મહિલાઓના વસ્ત્રો પહેરીને બાપીયો માતાજી પાસે ગયો અને આરાધના કરી હતી.
તો માતાજીએ તેને શાપથી મુક્ત કર્યો હતો, આથી કિન્નર સમુદાયના લોકો માં બહુચરની આરાધના વધારે પ્રમાણમાં કરતા હોય છે. જો કોઈ બાળકો નાનપણથી બીમારી રહેતા હોય જેવા કે સાંભળતા ન હોય, તોતડું બોલતા હોય તેવા લોકો બહુચર માતા પાસે માનતા માનવા માટે આવતા હોય છે, તે દરેક ભક્તોની માનેલી મનોકામનાઓ માતાજી પૂર્ણ કરીને ભક્તોનું જીવન ખુશીઓથી ભરી દે છે.