નાની ઉંમરમાં જ છૂટી ગયો તો માતાપિતા નો સાથ, આજે આ દીકરી પોતાની હિંમતથી પોતાનું જીવન આવી રીતે જીવી રહી છે.

ઘણી દીકરીઓ પોતાના પરિવારનું ભરણપોષણ કરવા સખત મહેનત કરે છે. આજે આપણે એવા જ એક બાળક વિશે વાત કરીશું. આ દીકરીએ એક મહિનાની ઉંમરે પિતા ગુમાવ્યા અને હવે તે અગિયારમા ધોરણમાં ભણે છે. આ પુત્રીની માતાનું પણ મૃત્યુ થયું હતું. આ દીકરી સંતોષીનગર (અમદાવાદ)માં રહે છે. દીકરી બારમા ધોરણમાં હતી અને તેની માતા આખો દિવસ કામ કરીને તેને ભણાવતી હતી. જ્યારે તેની પુત્રી 11મામાં હતી ત્યારે તેની માતા નોકરી કરતી હતી.
તે સમયે તેની માતાનું મૃત્યુ થઈ ગયું એટલે આજે આ દીકરી પોતાનું જીવન તેની નાની જોડે રહીને પસાર કરી રહી હતી, આ દીકરી ભણવાની સાથે સાથે ઘરકામ પણ કરી રહી હતી, આ દીકરીના મામા બીમારીથી પીડાઈ રહ્યા હતા.
તેથી દીકરી ભણવાની સાથે સાથે ઘરકામ કરીને તેના મામાની દવા લાવતી હતી, આ દીકરી તેનો ભણવાનો બધો જ ખર્ચો જાતે જ ઉઠવતી હતી, જયારે આ દીકરીના માતા પિતા હતા ત્યારે તે તેની દરેક ઈચ્છાઓ પુરી કરી શકતી હતી અને હાલમાં તેના માતાપિતાનું મૃત્યુ થઇ જતા તે આ દીકરી સાવ એકલી પડી ગઈ હતી.
આ દીકરીની માતા પણ એવું ઇચ્છતા હતા કે તેમને એક જ દીકરી છે એટલે તેને ભણાવી ગણાવીને ખુબજ આગળ વધારવી છે પણ દીકરીને પિતાનો પ્રેમ ના મળ્યો અને માતા પણ દીકરીના ઊંચા સપના જોઇ રહી હતી
પણ માતાનું મૃત્યુ થઇ જતા દીકરીના સપના પુરા ના કરી શકી, તેથી આજે આ દીકરી પોતાના સપના પુરા કરવા માટે દિવસ રાત અથાગ મહેનત કરીને પોતાનું જીવન સુધારવા માટે અભ્યાસ કરી રહી હતી.