અમરેલીના ચલાલા ગામે ૨૦૦ વર્ષ જૂનો દાના મહારાજનો આવેલો છે આશ્રમ, ત્યાં તેમની ગાદીના દર્શન માત્રથી જ આશ્રમમાં આવતા લોકોના વ્યસન છૂટી જાય છે.

ગુજરાતમાં અનેક પવિત્ર સ્થળો છે. ભક્તો દરરોજ આ પવિત્ર સ્થળોની મુલાકાત લે છે. આ સ્થાનની મુલાકાત લેવાથી તેમના જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. ચાલો હવે આ ખાસ સ્થળ વિશે જાણીએ. આ જગ્યા અમરેલીમાં આવેલી છે.
સૌરાષ્ટ્રની ભૂમિને સાધુ સંતોની ભૂમિ કહેવામાં આવે છે. અમરેલીના ચલાલામાં દાના મહારાજ આશ્રમ આવેલો છે. તે એક પવિત્ર સ્થળ છે. દાના મહારાજના આશ્રમના મહંત વલ્કુ બાપુ આજે પણ ગાદી પર બિરાજમાન છે. દાના મહારાજના આશ્રમમાં જનારા ભક્તો બાપુના આશીર્વાદ મેળવીને તેમના વ્યસનોમાંથી મુક્તિ મેળવી શકે છે.
આ જગ્યાના ઇતિહાસ વિષે વાત કરીએ તો ૧૮૨૪ માં આપાદાન ફરતા ફરતા ચલાલા પાસે આવ્યા હતા, ત્યાં આવીને તેઓએ એક નાનું ઝૂંપડું બાંધીને ત્યાં રહેવા લાગ્યા હતા. આપા દાનાને ગરમલીના દરબાર સાથે એ સમયે મનદુઃખ થયું હતું એટલે તેઓએ તેમના ભક્તોને દાન કર્યું હતું, અત્યાર સુધી તેમને ઘણા એવા સેવાકીય કામ કર્યા હતા.
ત્યારબાદ વર્ષ 1878 માં દેવ થયા અને આપા જીવણ એ દાન મહારાજમાં સમાધિ લીધી હતી. તેથી ભક્તો મોટી સંખ્યામાં દાના મહારાજના આશ્રમમાં આપા જીવણના દર્શને આવતા આવતા હોય છે, દર્શન કરીને લોકોને આશીર્વાદ પણ મળતા હોય છે,
હાલમાં દાના મહારાજની જગ્યા પર વલકુ બાપુ ગાદીપતિ તરીકે બિરાજમાન છે, આ જગ્યા પર આવતા ઘણા લોકોના વ્યસન પણ છૂટી જાય છે તેથી લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.