સુરતનો આ હરિભક્ત ૧૦૩૨૧ કિલોમીટરની પદયાત્રા કરીને પ્રમુખસ્વામી મહારાજને આપશે અનોખી રીતે આપશે ભાવાંજલિ…

સુરતનો આ હરિભક્ત ૧૦૩૨૧ કિલોમીટરની પદયાત્રા કરીને પ્રમુખસ્વામી મહારાજને આપશે અનોખી રીતે આપશે ભાવાંજલિ…

પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, આ ઉજવણી 1 મહિના સુધી ચાલશે. એક વર્ષની મહેનત બાદ અહીં પ્રમુખસ્વામી નગરની સ્થાપના કરવામાં આવી છે.

જેમાં હજારો સ્વયમ સેવા જોડાયેલ છે. અહીં સેવા આપવા માટે ઘણા યુવાનો લાખો રૂપિયાની નોકરી છોડીને ગયા છે. ત્યારે સુરતના એક યુવકે એક અનોખો નિર્ણય લીધો છે. સુરતના કલ્પેશ હિરપરા નામના યુવકે ઠરાવ કર્યો છે.

તેઓ આવતા વર્ષે 10321 કિમીની પગપાળા યાત્રા કરશે, એમ જણાવતાં કહ્યું કે તેમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી આ અનોખી પ્રતિજ્ઞા લીધી છે. કલ્પેશ ભાઈએ જણાવ્યું હતું કે આગામી એક વર્ષમાં 12 જ્યોતિર્લિંગનું નિર્માણ થશે.

શ્રી કૃષ્ણ જન્મ ભૂમિ, રામ ભૂમિ અને BAPS ના તમામ મંદિરની પગપાળા યાત્રા કરશે અને પોતાનો સઁકલ્પ પૂરો કરશે અને આ અનોખી રીતે પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપશે. તેમને જણાવ્યું કે હું કયારેય પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો નથી. તો પણ તેમના જીવનના આદર્શો મારા દિલમાં વસે છે.

કલ્પેશ ભાઈએ જણાવ્યું કે તે સારંગપુર દર્શન માટે આવ્યા હતા, ત્યાં દર્શન કરીને માને કઈ સઁકલ્પ કરવાનું માન થયું તો તે સઁકલ્પ લીધો કે હું ૧૦૩૨૧ કિલોમીટરની પદયાત્રા કરીને પ્રમુખસ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ આપીશ.

pinal

Leave a Reply

Your email address will not be published.